વરસામેડીમાં પોલીસે ત્રણ જુગારિઓને ઝડપી પાડ્યા
અંજાર તાલુકાના વરસામેડી ગામમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર ખેલતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 89,000 હસ્તગત કર્યા હતા. વરસામેડી ગામમાં આવેલા રામ મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં બપોરના આરસામાં જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો. તેવામાં પૂર્વ બાતમીના આધારે પોલીસ આવી પહોંચી હતી. પોલીસને જોઈ ખેલીઓ ભાગવા લાગ્યા હતા પરંતુ પોલીસે ત્રણ શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 89,000 તથા ત્રણ મોબાઈલ એમ કુલ રૂા. 1,04,000નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો