Year: 2024

 મોટી ચીરઇ ગામમાં કારમાંથી 33 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો

copy image ભચાઉના મોટી ચીરઇ ગામમાં એક ઓરડી આગળ ઉભેલી ગાડીમાંથી પોલીસે રૂા. 33,750નો  શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો, પરંતુ બે શખ્સો પોલીસની  પકડથી દૂર રહ્યા હતા.  નવી મોટી ચીરઇનો શખ્સ તથા  શખ્સોએ દારૂ મંગાવી   ઓરડી બહાર ગાડીમાં રાખી તેને સગેવગે  કરવાની પેરવીમાં  હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે  પોલીસ ત્યાં પોહોચતા  બે શખ્સો હાજર મળ્યા નહોતા. ઉભેલી કારમાંથી દારૂની બોટલો તથા બિયરના ટીન  એમ કુલ 155  નંગ કિંમત  રૂા. 33,750નો શરાબ જપ્ત  કરાયો હતો. હાથમાં...

મોડવદર પુલ પર ઊભેલાં ડમ્પરમાં ટેન્કર ભટકાતાં અકસ્માત સર્જાયો : એકનું મોત બે સારવાર હેઠળ

copy image મોડવદર પુલ ઉપર બંધ પડેલા ડમ્પરમાં પાછળથી ટેન્કર ભટકાતાં ટેન્કરના ચાલકનું મોત થયું હતું જ્યારે  અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. શહેરનાં જીનામ લોજિસ્ટિકનું ડમ્પર મોડવદર પુલ ઉપર બંધ પડી જતાં  ચાલકએ સુપરવાઇઝરને ફોન કર્યો હતો. બનાવના ફરિયાદી અને સુપરવાઇઝર પોતાના મિકેનિકને  લઇને ત્યાં ગયા હતા. ડમ્પરની આગળ બે શખ્સો  ઊભા હતા  ત્યારે પાછળથી આવતાં ટેન્કરના ચાલકનું વાહન આ ડમ્પરમાં ભટકાતાં ટેન્કરના ચાલકને ગંભીર  ઇજાઓ પહોંચી હતી. જેથી તેનું મુત્યુ થયું હતું. જ્યારે ટક્કરનાં કારણે ડમ્પર  આગળ વધતાં  આગળ ઊભેલા બે શખ્સોને પણ ગંભીર ઇજાઓ થતાં આ બંનેને સારવાર અર્થે લઇ જવાયા હતા.  બનાવ અંગે  પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ત્રંબૌ-સરવાવાંઢમાં  દેશી બંદૂક સાથે એક વૃદ્ધની ધરપકડ

copy image રાપરના ત્રંબૌ-સરવાવાંઢના એક શખ્સને પોલીસે ઝડપી  પાડી તેની પાસેથી દેશી બંદૂક હસ્તગત  કરી  હતી. રાપરની સ્થાનિક પોલીસ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી, તે સમય દરમ્યાન ત્રંબૌ- સરવાવાંઢ નજીક નર્મદા  કેનાલ પરથી પસાર થનાર શખ્સ પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી,  તેવામાં સફેદ ધોતિયું, સફેદ શર્ટ પહેરીને આવતા  પોલીસે 70 વર્ષીય  વૃદ્ધની ધરપકડ કરી હતી  વૃદ્ધ પાસેથી રૂા.5000ની હાથ બનાવટની દેશી બંદૂક હસ્તગત  કરવામાં આવી હતી. આ વૃદ્ધ બંદૂક કયા  ઉપયોગમાં લેતો હતો તથા કોની પાસેથી બંદૂક લીધી હતી તે બહાર આવ્યું નહોતું.જે  અંગે...

અંકલેશ્વરમાં રેલ્વે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં લાગી આગ

કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજા ની 89 મી જન્મતિથિ નિમિત્તે મહારાની પ્રીતિદેવી દ્વારા દાન કરાયું

કાનમેર ના ચકચારી ગોળીબાર અને હત્યા પ્રકરણમાં 17 શખ્સ કાયદાના સંકજામા વધુ ચાર નામ બહાર આવ્યા