ત્રંબૌ-સરવાવાંઢમાં  દેશી બંદૂક સાથે એક વૃદ્ધની ધરપકડ

copy image

copy image

રાપરના ત્રંબૌ-સરવાવાંઢના એક શખ્સને પોલીસે ઝડપી  પાડી તેની પાસેથી દેશી બંદૂક હસ્તગત  કરી  હતી. રાપરની સ્થાનિક પોલીસ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી, તે સમય દરમ્યાન ત્રંબૌ- સરવાવાંઢ નજીક નર્મદા  કેનાલ પરથી પસાર થનાર શખ્સ પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી,  તેવામાં સફેદ ધોતિયું, સફેદ શર્ટ પહેરીને આવતા  પોલીસે 70 વર્ષીય  વૃદ્ધની ધરપકડ કરી હતી  વૃદ્ધ પાસેથી રૂા.5000ની હાથ બનાવટની દેશી બંદૂક હસ્તગત  કરવામાં આવી હતી. આ વૃદ્ધ બંદૂક કયા  ઉપયોગમાં લેતો હતો તથા કોની પાસેથી બંદૂક લીધી હતી તે બહાર આવ્યું નહોતું.જે  અંગે પોલીસે   આગળ ની તપાસ હાથ ધરી છે॰