મોટી ચીરઇ ગામમાં કારમાંથી 33 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો
ભચાઉના મોટી ચીરઇ ગામમાં એક ઓરડી આગળ ઉભેલી ગાડીમાંથી પોલીસે રૂા. 33,750નો શરાબનો જથ્થો હસ્તગત કર્યો હતો, પરંતુ બે શખ્સો પોલીસની પકડથી દૂર રહ્યા હતા. નવી મોટી ચીરઇનો શખ્સ તથા શખ્સોએ દારૂ મંગાવી ઓરડી બહાર ગાડીમાં રાખી તેને સગેવગે કરવાની પેરવીમાં હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ ત્યાં પોહોચતા બે શખ્સો હાજર મળ્યા નહોતા. ઉભેલી કારમાંથી દારૂની બોટલો તથા બિયરના ટીન એમ કુલ 155 નંગ કિંમત રૂા. 33,750નો શરાબ જપ્ત કરાયો હતો. હાથમાં ન આવેલા આ આરોપીઓની પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.