મોડવદર પુલ પર ઊભેલાં ડમ્પરમાં ટેન્કર ભટકાતાં અકસ્માત સર્જાયો : એકનું મોત બે સારવાર હેઠળ

copy image

copy image

મોડવદર પુલ ઉપર બંધ પડેલા ડમ્પરમાં પાછળથી ટેન્કર ભટકાતાં ટેન્કરના ચાલકનું મોત થયું હતું જ્યારે  અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. શહેરનાં જીનામ લોજિસ્ટિકનું ડમ્પર મોડવદર પુલ ઉપર બંધ પડી જતાં  ચાલકએ સુપરવાઇઝરને ફોન કર્યો હતો. બનાવના ફરિયાદી અને સુપરવાઇઝર પોતાના મિકેનિકને  લઇને ત્યાં ગયા હતા. ડમ્પરની આગળ બે શખ્સો  ઊભા હતા  ત્યારે પાછળથી આવતાં ટેન્કરના ચાલકનું વાહન આ ડમ્પરમાં ભટકાતાં ટેન્કરના ચાલકને ગંભીર  ઇજાઓ પહોંચી હતી. જેથી તેનું મુત્યુ થયું હતું. જ્યારે ટક્કરનાં કારણે ડમ્પર  આગળ વધતાં  આગળ ઊભેલા બે શખ્સોને પણ ગંભીર ઇજાઓ થતાં આ બંનેને સારવાર અર્થે લઇ જવાયા હતા.  બનાવ અંગે  પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.