Year: 2024

પોલીસે એક દુકાનમાંથી પ્રતિબંધિત વેપ ઈ-સિગારેટ જેની કિમત રૂા. 56,000ના મુદામાલ સાથે શખ્સની  ધરપકડ 

copy image શહેરનાં બેન્કિંગ સર્કલ વિસ્તારમાં આવેલી પાનની એક દુકાનમાંથી પ્રતિબંધિત વેપ ઈ-સિગારેટ જેની કિમત  રૂા. 56,000ના મુદામાલ સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. સિગારેટ આપનારનું નામ બહાર આવ્યું હતું, પરંતુ આરોપી પોલીસ પકડથી દૂર રહ્યો છે. શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં  રાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી. આ વિસ્તારમાં આવેલ ફલેવર પાન પાર્લર નામની દુકાનમાં પ્રતિબંધિત ઇ-સિગારેટનું વેચાણ થતું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આ દુકાનમાં દોરડો પડ્યો હતો. આ દુકાનમાં કાઉન્ટર ટેબલ નીચે તપાસ કરાતાં ઇ- સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રતિબંધિત વસ્તુનો વેચાણ કરનાર દુકાનદાર  ની પોલીસે ધરપકડ કરી હતી. દુકાનમાંથી એલ્ફબાર લેમનમિન્ટ, સ્ટ્રોબરી આઇસ, જ્યુસી પીચ, પીચ આઇસ, પીચ ઓલોન્ગ, બ્લુરેઝ આઇસ, રાસ્પબેરી, પેશન ફૂટ ઓરેંજ, પિન્ક લેમન, પીચ આઇક્રીમ, કોલા આઇસ, એલોંગ્રેપ, સ્ટ્રોબરી આઇક્રીમ, બિગ બોક્સની કોકિન કોફી, ક્રેઝી મેંગો, કોલાસોડા, ગમ્મીબેઅર તથા યૌટો થાનોસની એનર્જાડ્રિંક આઇસ, ડબલ એપલ, મિન્ટ આઇસ, પીચ આઇસ, પેશન ફ્રૂટ, બ્લુબેરી આઇસ, મિલ્ક કોફી વગેરે મળીને કુલ્લ 43 વેપ (બોક્સ) કિંમત રૂા. 56,000નો મુદામાલ  હસ્તગત કરવામાં આવ્યો હતો. આ શખ્સે ગુરુકુળ વિસ્તારમાં રહેતા શખ્શ ની પાસેથી આ જથ્થો લીધો હતો, પણ તે શખ્શ  હાથમાં આવ્યો ન હતો. શહેર સંકુલની આવી અનેક દુકાનોમાં ઇ-સિગારેટ મળતી હોવાનું સૂત્રો  દ્વારા...

ફરી એક વખત ઓનલાઇન ઠગાઈ

copy image શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેનારા એક  મહિલાની બસની ટિકિટ બૂકિંગ ન થતાં પૈસા પરત મેળવવા જતાં મહિલા સાથે  રૂા. 2,89,258ની છેતરપિંડી ઠગબાજોએ કરી હતી.શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેનારા મહિલા એ આ ઘટના  અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે  ફરિયાદીએ  પોતાના મોબાઇલમાં મેક માય ટ્રિપ એપ્લિકેશન ખોલી ફેલ્કોન ટ્રાવેલ્સમાં ગાંધીધામથી અમદાવાદની એક ટિકિટ બૂક કરાવી હતી, જેના રૂા. 706 કપાયા હતા, પરંતુ ટિકિટ બૂક ન થતાં મહિલાએ મેક માય ટ્રિપ એપ્લિકેશનમાં જઇ કસ્ટમર કેર પર ફોન કર્યો હતો. સામા છેડેથી ઠગબાજે વીડિયો કોલ કરી હું જેમ કહું તેમ કરવાનું કહ્યું હતું. બાદમાં ફરિયાદીએ સ્ક્રીન શેરિંગ નામનું બટન દબાવી ડેબિટકાર્ડ વગેરેની વિગતો, ઓટીપી આ ઠગબાજને આપી દીધા હતા.  થોડીવાર બાદ તેમના બેંક ખાતાંમાંથી પૈસા નીકળવાનું શરૂ થઇ ગયું હતું. જુદા જુદા ટ્રાન્જેક્શન થકી આ ઠગબાજોએ મહિલાના ખાતામાંથી કુલ રૂા. 5,29,151 સેરવી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઇ...

જામનગર જિલ્લાચૂંટણીઅધિકારીશ્રી અનેકલેકટરશ્રી એસોશિયલમીડિયાઇન્ફ્લુએન્સર્સ સાથેમતદાન જાગૃતિલક્ષી સંવાદ

શ્રી એમ પી શાહ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઈ

શ્રી મહેશપંથી સેવાગ્રુપ જુનીસુંદરપુરી દ્વારા શ્રીગુડથર મતિયા દેવે પગપાળાજતા યાત્રાળુઓ માટે સેવાકરાઈ

મોટી મઉ મહેશ્વરી સમાજ દ્વારા શ્રી ગુડથર મતિયાદેવે પગપાળા જતા યાત્રાળુઓમાટે સેવા કેમ્પનુ આયોજન કરાયુ

શું કરે છે શહેરની નગરપાલિકા : ચોમાસુ નથી આવ્યું તે પહેલાં જ રસ્તા ની હાલત કફોડી