પોલીસે એક દુકાનમાંથી પ્રતિબંધિત વેપ ઈ-સિગારેટ જેની કિમત રૂા. 56,000ના મુદામાલ સાથે શખ્સની ધરપકડ
શહેરનાં બેન્કિંગ સર્કલ વિસ્તારમાં આવેલી પાનની એક દુકાનમાંથી પ્રતિબંધિત વેપ ઈ-સિગારેટ જેની કિમત રૂા. 56,000ના મુદામાલ સાથે શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. સિગારેટ આપનારનું નામ બહાર આવ્યું હતું, પરંતુ આરોપી પોલીસ પકડથી દૂર રહ્યો છે. શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં રાત્રે પોલીસે કાર્યવાહી કરી હતી. આ વિસ્તારમાં આવેલ ફલેવર પાન પાર્લર નામની દુકાનમાં પ્રતિબંધિત ઇ-સિગારેટનું વેચાણ થતું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આ દુકાનમાં દોરડો પડ્યો હતો. આ દુકાનમાં કાઉન્ટર ટેબલ નીચે તપાસ કરાતાં ઇ- સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રતિબંધિત વસ્તુનો વેચાણ કરનાર દુકાનદાર ની પોલીસે ધરપકડ કરી હતી. દુકાનમાંથી એલ્ફબાર લેમનમિન્ટ, સ્ટ્રોબરી આઇસ, જ્યુસી પીચ, પીચ આઇસ, પીચ ઓલોન્ગ, બ્લુરેઝ આઇસ, રાસ્પબેરી, પેશન ફૂટ ઓરેંજ, પિન્ક લેમન, પીચ આઇક્રીમ, કોલા આઇસ, એલોંગ્રેપ, સ્ટ્રોબરી આઇક્રીમ, બિગ બોક્સની કોકિન કોફી, ક્રેઝી મેંગો, કોલાસોડા, ગમ્મીબેઅર તથા યૌટો થાનોસની એનર્જાડ્રિંક આઇસ, ડબલ એપલ, મિન્ટ આઇસ, પીચ આઇસ, પેશન ફ્રૂટ, બ્લુબેરી આઇસ, મિલ્ક કોફી વગેરે મળીને કુલ્લ 43 વેપ (બોક્સ) કિંમત રૂા. 56,000નો મુદામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ શખ્સે ગુરુકુળ વિસ્તારમાં રહેતા શખ્શ ની પાસેથી આ જથ્થો લીધો હતો, પણ તે શખ્શ હાથમાં આવ્યો ન હતો. શહેર સંકુલની આવી અનેક દુકાનોમાં ઇ-સિગારેટ મળતી હોવાનું સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું તમામ દુકાનોમાં ઝુંબેશ રૂપી કાર્યવાહી હાથ ધરવી જોઇએ તેવું પણ ઉમેર્યું હતું.