Month: July 2024

મોટા દિનારામાં સાત શખ્સોનો  બે ભાઈ પર ઘાતક હથિયારો વડે હુમલો

copy image ભુજ તાલુકાના મોટા દિનારા ગામે સાત શખસોએ ઘાતક હથિયારોથી યુવાન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ કૌટુંબિક દીકરી સાથેના...

ગાંધીધામમાં વીજપોલનો તાર અડી જતા વૃદ્ધનું મોત નિપજ્યું

copy image ગાંધીધામના ખોડીયારનગરમાં વૃદ્ધનો   હાથ થાંભલાના તાર સાથે ચોટી જતા શોક લાગતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. ગાંધીધામના એ ડિવિઝન...

ભુજના બે ઇસમો મુંબઈના ચર્ચગેટમાં રૂ.૪૦ લાખની નકલી નોટ સાથે પકડાયા

copy image મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે  રાતના અરસામાં  ચર્ચગેટના રેલવે સ્ટેશન પાસેથી ભુજના બે યુવાનને 40 લાખની  નકલી નોટ  સાથે  ઝડપી નકલી નોટોના બદલામાં અસલી નોટ મેળવવાના  કારસાનો પર્દાફાશ કર્યો છે. મુંબઇના સામાજિક કાર્યકર બિનુ વર્ગીસને માહિતી મળતાં તેમણે મુંબઇ ક્રાઇમ બ્રાંચને જાણ કરી હતી કે કેટલા લોકો નકલી ચલણી નોટો સાથે મુંબઇના ચર્ચગેટના રેલવે સ્ટેશન પાસે ઊભા છે. આ બાતમીના આધારે ત્યાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી અને પકડાયેલા બે યુવાનો પાસેથી 40 લાખની નકલી નોટો મળી આવી હતી. ત્યાં તપાસ માં આ બંને યુવાન ભુજના વતની  હોવાનું જાણવા  મળ્યું હતું. આ બંને યુવાન મુંબઇમાં કોઇ દલાલ સાથે સંપર્કમાં આવ્યા બાદ 40 લાખની 500-500ની નકલી  નોટોના  બદલામાં 10 લાખની અસલી નોટોનો સોદો કર્યો હતો. નકલી નોટો પઇરાવાની રાહ જોઇ રહ્યા હતા ત્યારે જ પકડાઈ  ગયા હતા. આ નકલી નોટના કાંડમાં કચ્છના અન્ય પણ સંડોવાયેલા હોવાની પૂરતી સંભાવના છે. ઝડપાયેલા યુવાનોના નામ સહિત અન્ય વિગતો મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળી શકી નથી, પરંતુ ત્યાં થયેલી કાર્યવાહીના વીડિયો મીડિયામાં વાયરલ થયા હતા.