ગાંધીધામના મચ્છુનગરમાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

589700500jugar

copy image

copy image

ગાંધીધામના મચ્છુનગરમાં જુગાર રમી રહેલા છ શખ્સોને પોલીસે જુગાર રમતા 19,700ના મુદામાલ સાથે ઝડપી પકડી પાડ્યા  હતા. પ્રાપ્ત માહિતી મુજબ  ગાંધીધામના મચ્છુનગરમાં પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ગત 30/6ના સાંજના અરસામાં પોલીસે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા કરમશી ભલાભાઈ ભરવાડ, લક્ષ્મણ તેજાભાઈ ભરવાડ, સામત માંડણભાઈ ભરવાડ, જગા ખેંગારભાઈ ભરવાડ, અશોક મૈયાભાઈ ભરવાડ, ખેંગાર રઘાભાઈ સોલંકી ને ઝડપી પાડયા  હતા. તપાસ કરતા તેમની પાસેથી 19,700 રોકડ રકમ મળી આવી હતી. પોલીસે જુગારધારાની કલમો હેઠળ  ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.