મોટા દિનારામાં સાત શખ્સોનો  બે ભાઈ પર ઘાતક હથિયારો વડે હુમલો

dhoka-vade-humlo

copy image

copy image

ભુજ તાલુકાના મોટા દિનારા ગામે સાત શખસોએ ઘાતક હથિયારોથી યુવાન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ કૌટુંબિક દીકરી સાથેના અનૈતિક સંબંધની વહેમ  સાથે કરેલી મારામારી મામલે બનેલા આ બનાવ અંગે ખાવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે અંગે ખાવડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ખાવડા પોલીસ સ્ટેશનમાં મોટા દિનારા ગામના અનસ સાલે સમાએ નોંધાવેલ ફરિયાદ મુજબ  તા.૩૦નાં રાત્રે ૯:૩૦ વાગ્યાના અરસામાં મોટા દિનારા ગામના ખેતરમાં બનાવ બન્યો હતો, જેમાં આરોપીઓની કૌટુંબિક દીકરી સાથેના ફરિયાદીના ભાઈ અકબર સાથેના અનૈતિક સંબંધો હોવાની શંકા સાથે એકસંપ કરીને હથિયારોથી હુમલો કર્યો હતો, જેમાં આરોપી ઈમામ ઈસ્માઈલ સમા, અનવર ઇસ્માઇલ સમા, ઇલિયાસ ઇ સ્માઇલ સમા, ગફુર અબ્દેમાન સમા, જબ્બાર નૂરમામદ સમા, જાની રસીદ સમા તથા મુસા હસન સમાએ કુહાડી, ધોકા તેમજ છરી સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદી તેમજ અકબરને ઈજાઓ થઈ હતી. આ મામલે ખાવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં તપાસ પીએસઆઈ જે.ડી.સરવૈયા દ્વારા ચલાવાઇ રહી હતી.