નલિયા ખાતે આવેલ સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રીની કચેરીનું નવીનીકરણ બાદ નવા સ્વરૂપમાં શુભારંભ કરતી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ

કચ્છ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નલિયા ખાતે આવેલ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર, નલિયા સર્કલની કચેરી ઈ.વ.1971માં બનેલા મકાનનું 52 વર્ષ બાદ શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ તથા શ્રી મહેન્દ્ર બગડીયા(IPS) પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ નાઓની સુચના મુજબ સરકારી અને લોક ભાગીદારીથી સી.પી.આઈ.ચેમ્બર, ઇન્વેસ્ટિગેશન અને ઈન્ટેરોગેશન રૂમ, રેસ્ટ રૂમ એટેચ ટોયલેટ બાથરૂમ તથા કચેરીને ફરતે ફેન્સીગ અને ગાર્ડનિંગ વગેરે નવીનીકરણ થયેલ નલિયા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રીની કચેરી નો શુભારંભ આજ તા.૧૭/૦૧/૨૦૨૪ ના રોજ શ્રી પ્રધ્યુંમનસિંહ એમ.જાડેજા ધારાસભ્ય-અબડાસા વિધાનસભા,શ્રી મહેન્દ્ર બગડીયા(IPS) પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ સાહેબનાઓને વરદ હસ્તે નલિયા,અબડાસા ખાતે શુભારંભ કરવામાં આવ્યો.
સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર, નલિયા સર્કલ કચેરી રીનોવેશન બાદ હવે નલિયા સર્કલમાં આવતા જખૌ, નલિયા,કોઠારા તથા વાયોર એમ 4 પોલીસ સ્ટેશનના સાયબર એટેકને લાગતા ગુન્હા,પોકસો જેવા ગુન્હા તથા વિશેષ કાયદા અંતર્ગત બનતા ગુન્હાઓની તપાસ તથા અરજદારોના પ્રશ્નોનો નિકાલ આવશે. સાથે સાથે બોર્ડરથી નજીક નલિયા ગામએ હવે અબડાસા તાલુકાનું મુખ્ય મથક હોવાથી બહારના ગામના લોકોની અને કંપનીઓની અવરજવર વધવા પામી છે જેથી નલિયા ટાઉનમાં CCTV મોનીટરીંગ સિસ્ટમ તથા પેટ્રોલિંગ ને વાહન ચેકીંગથી ગુન્હાખોરી ટ્રાફિક પર અંકુશ આવશે.
કાર્યક્રમમાં શ્રી બી.બી.ભગોરા નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ તથા શ્રી ડી.આર.ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ,શ્રી આર.સી.ગોહિલ પી.એસ.આઈ.(રીડર), શ્રી વી.એમ.ડામોર પી.એસ.આઈ.જખૌ મરીન, નલિયા-જખૌ-કોઠારા ના થાણા અધિકારીશ્રીઓ, બીએસએફના અધિકારીશ્રીઓ, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને સભ્યો તથા નલિયા ગ્રામપંચાયત સરપંચશ્રી તથા સભ્યો તથા સામાજિક આગેવાનો, ગ્રામજનો અને વેપારી એસોસિએશન સભ્યોની અને સર્કલ પોલીસ સ્ટાફ તથા પત્રકારમિત્રોની ઉપસ્થીતીમાં નલિયા ખાતે નવીનીકરણ થયેલ નલિયા સર્કલ પોલીસ ઈન્સ્પેકટરશ્રીની કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો.