જખૌ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જખૌ બંદર મુખ્ય માર્ગ પર જખૌ પોર્ટ ચેકપોસ્ટ આરંભ કરતી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ

કચ્છ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જખૌ મરીન પોલીસ સ્ટેશનના જખૌ બંદરના મુખ્ય રસ્તા ખાતે વાહન ચેકીંગ તેમજ નાકા પોઇન્ટ તેમજ બોર્ડર વિસ્તારમાં થતી સંવેદનશીલ પ્રવૃતિઓ ઉપર નજર રાખવા માટે શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ તથા શ્રી મહેન્દ્ર બગડીયા(IPS) પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ નાઓની સુચના મુજબ લોકોની સલામતીમાં વધારો થાય તેમજ બંદર પર આવતો મુખ્ય રસ્તો હોય માછીમારી – મીઠાના ટ્રકો તથા ખાનગી વાહનો ઉપર નજર રાખવા માટે તથા ભવિષ્યમાં  CCTV મોનીટરીગ કરી શકાય તે માટે નવી પરીકલ્પના સાથે જખૌ પોર્ટ ચેકપોસ્ટ નો શુભારંભ આજ તા.૧૭/૦૧/૨૦૨૪ ના રોજ શ્રી પ્રધ્યુંમનસિંહ એમ.જાડેજા ધારાસભ્ય-અબડાસા વિધાનસભા,શ્રી મહેન્દ્ર બગડીયા(IPS) પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ સાહેબનાઓને વરદ હસ્તે જખૌ બંદર ખાતે શુભારંભ કરવામાં આવ્યો.

જ્યાં હવે  રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકીંગ અને મોનીટરીંગ થશે. ચેકપોસ્ટ પર ફરજ નિભાવતા અધિકારી અને જવાનો માટે આરામ કરવા તથા ફ્રેશ થવા માટેની તમામ સગવડો સજ્જ ચેકપોસ્ટનું નિર્માણ કરાયું છે.આ ચેકપોસ્ટથી બંદર ઉપરની તમામ ગતિવિધિઓ પર રોડ માર્ગે આવતા તમામ લોકો અને વાહનો પર નજર રખાશે.

કાર્યક્રમમાં જખૌ ખાતેના કોસ્ટગાર્ડ કમાન્ડન્ટશ્રી સંદીપ સફાયા સાહેબ, શ્રી બી.બી.ભગોરા નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા વિભાગ તથા શ્રી ડી.આર.ચૌધરી  પોલીસ ઇન્સપેક્ટર  જખૌ મરીન પોલીસ સ્ટેશન ,શ્રી આર.સી.ગોહિલ પી.એસ.આઈ.(રીડર), શ્રી વી.એમ.ડામોર પી.એસ.આઈ.જખૌ મરીન, જખૌ-કોઠારા ના થાણા અધિકારીશ્રીઓ, બીએસએફના અધિકારીશ્રીઓ, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને સભ્યો તથા જખૌ અને સીંધોળી ગામના સરપંચશ્રીઓ તથા સામાજિક આગેવાનો, અર્ચીયન કંપનીના અધિકારીશ્રીઓ, બંદર પર રહેતા માછીમારો અને વેપારી એસોસિએશન સભ્યોની  અને જખૌ મરીન પોલીસ સ્ટાફ અને એસ.આર.ડી. જવાનો તથા પત્રકારમિત્રોની ઉપસ્થીતીમાં જખૌ બંદર ખાતે જખૌ પોર્ટ ચેકપોસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો.