પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામાં પોલીસ સ્ટેશનોમાં ભગવાન શ્રી રામની પુજા આરધના કરી આરતી કરવામાં


મે.શ્રી જે.આર.મોથાલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજનાઓની પ્રેરણા તથા પશ્ચિમ કચ્છ-ભુજ એસ.પી.શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓની પશ્ચિમ કચ્છ જીલ્લામાં લોકોની સુખાકારી અને શાંતિ તથા ભાઈચારો બની રહે અને સર્વે જનતાનુ કલ્યાણ થાય તે માટે પશ્ચિમ કચ્છ જીલ્લામાં તા-૨૨/૦૧/૨૦૨૪ ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની મુર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા થયેલ હોવાથી અત્રેના પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામાં પોલીસ હેડકવાટર ભુજ, જીલ્લાટ્રાફીક શાખા ભુજ, ભુજ સીટી એ ડીવીજન, મુંદરા, માંડવી, વાયોર, નખત્રાણા, નારાયણસરોવર, કોઠારા પોલીસ સ્ટેશનોમાં ભગવાન શ્રી રામની પુજા આરધના કરી આરતી કરવામાં આવેલ છે તથા પોલીસ દ્વારા પ્રસાદનું વિતરણ તેમજ ગૌ માતા અને અબોલ પશુઓને ભોજન આપવામાં આવેલ છે.
આજના પાવન દિવસે સમગ્ર પશ્ચિમ કચ્છ-જિલ્લામાં લોકો દ્વારા અયોધ્યા રામમંદીરમાં ભગવાન શ્રીરામલલાની મુર્તી પ્રાણ પ્રતિષઠા મહોત્સવની ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ.જે અંગે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્રારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને અંગે પુરતી તકેદારી રાખી સાથોસાથ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આ મહોત્સવને પણ સર્વ સમાજના લોકો સાથે ખુબજ ઉત્સાહ પુર્વક ઉજવવામાં આવેલ છે.