માતાના મઢ પદયાત્રાએ જઈ રહેલ આધેડને બોલેરોએ કચડી નાખતાં મોત

acc

copy image

copy image

ભુજથી માતાના મઢ પદયાત્રાએ જતા મુંબઈના 45 વર્ષીય આધેડને બોલેરોએ કચડી નાખતાં મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુંબઈમાં રહેતા ધર્મેશભાઈ પંડયા હાલમાં આવી રહેલી ચૈત્રી નવરાત્રિનાં પગલે ભુજથી માતાના મઢ પદયાત્રાએ જઈ રહ્યા હતા. તે સમયે મધ્યરાત્રીએ દેશલપર-મંજલ વચ્ચે દાદા-દાદી પાર્ક નજીક સામેથી આવતી બોલેરોએ તેમને ટક્કર મારતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઇજાઓના પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.