।। શ્રીરામ જય રામ જય જય રામ |

જેમ ભાગવતની સમાધિ-ભાષા છે, તેમ રામાયણની પણ સમાધિ-ભાષા છે. વાલ્મીકિ સાધારણ કવિ નથી પણ મહર્ષિ અને આર્ષદ્રષ્ટા છે અને તેમણે રામજીના પ્રાગટ્ય (જન્મ) પહેલાં રામાયણની રચના કરી છે.”વિષ્ણુસહસ્ત્રનામ” માં શ્રીવિષ્ણુને ‘કવિ’ એવું એક નામ પણ આપ્યું છે. વિશ્વેશ્વર વિષ્ણુ એ વિશ્વના કર્તા, ભર્તા અને હર્તા છે. તેમણે સૃષ્ટિની રચના કરી છે, સૃષ્ટિ એ’કવિ” વિષ્ણુની કવિતા છે. ઈશ્વરનું એ કવિત્વ પૃથ્વી પર વાલ્મીકિ, વ્યાસ અને તુલસીદાસમાં આવિર્ભાવ પામ્યું છે. એટલે રામાયણ અને ભાગવત-કથા દિવ્ય છે. એનું સેવન મોક્ષ-દાતા છે.