કરછ જીલ્લાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવા PMO સમક્ષ રજુઆત
રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા વિદેશમંત્રીશ્રી. સુબ્રહ્મણ્યમ જયશંકર તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી માન.ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી અમિતભાઈ ચાવડા સહિત શ્રી રાજકુમાર મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર સાથોસાથ કલેક્ટરશ્રી કરછ સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ કરછ જીલ્લો એક વિશાળ ગામડાઓ ધરાવતો જીલ્લો છે.તેમજ કરછીઓ ભારત દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાં આશરે ૧૯૨ જેટલા દેશોમાં ધંધા વેપાર થી સંકળાયેલ હોઈ તેમજ કરછ જીલ્લો દેશના વિકાસમાં મહત્વનુ યોગદાન આપી રહ્યો છે.કરછ જીલ્લાના વિવિધ સ્થળો પ્રવાસન સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.પરંતુ કરછના પ્રવાસન વિકાસમાં એર કનેકટિવિટી એ પ્રશ્ન હોઈ તેમજ પ્રવાસનના વિકાસ માટે ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ખુબજ આવશ્યક છે.કરછમાં મુંબઈ અમદાવાદ થી રેલ્વે તથા અન્ય વાહનો મારફત કરછ સુધી આવવું ઘણું લાંબુ પડતું હોઈ તેમજ વર્ષ ૨૦૧૪ સુધી અમદાવાદ થી મસ્કતની ૧૭ જેટલી ફ્લાઇટો ચાલુ હતી જેની ઓમાન સરકાર અને ભારત સરકાર વચ્ચેની ટીટી પૂરી થઈ ગયેલ હોવાથી ફ્લાઇટો બંધ છે. આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ ચાલુ થાય તો દોઢ કલાકમાં અખાતી દેશોમાથી કરછ પહોચી શકાય તેમજ કરછ જીલ્લાના ભુજ સ્થિત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય વિમાન મથક બનવા સક્ષમ છે.આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસેલા ઉદ્યોગ જગત માટે દેશ વિદેશમાં અભ્યાસ કરતાં કરછી વિદ્યાર્થીઓ ને આવન જાવન માટે તેમજ અખાતી યુરોપીય અને આફ્રિકા દેશોમાં વસવાટ કરતાં વેપાર ધંધા કરતાં કરછીઓ માટે સીધા જ કરછ આવન જાવન માટે આંતરરાષ્ટ્રીય વિમાની સેવાની ખુબજ જરૂરિયાત હોઈ માટે કરછ જીલ્લામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ઉપલબ્ધ કરવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ સમક્ષ માંગ કરી હતી.