ભંડારીવાંઢના ધોરીમાર્ગ પર બોલેરોની અડફેટે ભેંસનું મોત થતાં ફરિયાદ નોંધાઈ

માહિતી મળી રહી છે કે, ભંડારીવાંઢના ધોરીમાર્ગ પર બોલેરોની ટક્કરથી ભેંસનું મોત નીપજયું છે, આ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત રાત્રિના સમયે બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભીરંડિયારા નજીક ભંડારીવાંઢના ધોરીમાર્ગ પર બોલેરોની ટક્કરથી ભેંસનું મોત થતાં રૂા. એક લાખની હાનિ થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે નોંધાવેલ ફરિયાદ મુજબ ભંડારીવાંઢ નજીક ભેંસો સાથે માર્ગ ઓળંગતી વેળાએ ખાવડા બાજુથી આવતી બોલેરો ગાડીના ચાલકે પૂરઝડપે બેદરકારીથી ગાડી ચલાવી એક ભેંસને ટક્કર મારી દીધી હતી. જેમાં ભેંસનું મોત થયું હતું. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.