આદિપુર પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનાં ગણનાપાત્ર સહિત કુલે –૨ કેસ શોધી કાઢતી લોકલ કાઈમ બ્રાન્ચ, પુર્વ -કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ આદિપુર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત આધારે આરોપીઓના અલગ અલગ રહેણાંક મકાનમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહીબીશનનાં બે ડેસ શોધી ડાઢી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.