કચ્છ જિલ્લામાં પ્રથમ વખત સરહદ ડેરી દ્વારા નવો ઇતિહાસ રચશે : પશુઓલાદ સુધારણા કાર્યક્રમ અંતર્ગત સેક્સ સોરટેડ સિમેનથી કૃત્રિમ બીજદાન કરાશે

કચ્છ જિલ્લામાં પ્રથમ વખત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા નવો ઇતિહાસ રચવામાં આવી રહ્યો છે, જેમાં સરહદ ડેરી દ્વારા જાણવા મળી રહ્યું છે કે, પશુઓલાદ સુધારણા પ્રોજેક્ટ અંતર્ગત 1 માર્ચ 2024થી આ ડોઝ ઉપલબ્ધ કરાશે, જેનો સીધો લાભ આખા કચ્છના તમામ દૂધ સંઘના પશુપાલકો સુધી પહોંચસે. પ્રાપ્ત વિગતો મુજબ આ ડોઝની મૂળ કિંમત 800 છે, પરંતુ સરહદ ડેરીના પશુપાલકને માત્ર 200 રૂપિયામાં ઘરે બેઠા મોકલવામાં આવશે ઉપરાંત અન્ય તમામ ખર્ચ દૂધ સંઘ અને અમુલ ફેડરેશન પોતે કરશે. જાણવા મળી રહ્યું છે કે, ઓછા પશુમાં વધુ દૂધ ઉત્પાદન કરવાના સિદ્ધાંત સાથે આગળ વધતા પશુપાલકોને પશુ માવજત પાછળ થતા વધારાના ખર્ચ માંથી મુક્તિ પ્રાપ્ત થશે. પશુપાલકોને આ નવતર પ્રયોગથી ઓછા ખર્ચે વધુમાં વધુ નફો પ્રાપ્ત થશે.