અંજાર ખાતે આવેલ ભીમાસર નજીક સ્કોરપીઓ અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત
અંજાર ખાતે આવેલ ભીમાસર નજીક સ્કોરપીઓ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું મોત નીપજયું હતું. આ ચકચારી બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત તા. 18-2ના અંજાર તાલુકાનાં ભીમાસર ગામથી રામા સિલિન્ડર કંપની તરફ જતા માર્ગે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ બનાવના ફરિયાદી તથા તેનો મિત્ર બિનોદ પાસવાન ભીમાસર ગામે કોઇ કામ અર્થે ગયેલ હતા. ત્યાંથી પોતાની બાઇક લઇને રામા સિલિન્ડર બાજુ જઇ રહ્યા હતા તે દરમ્યાન પાછળથી સ્કોર્પિયો કારએ બાઇકને હડફેટે લેતાં બંને યુવાનો ફંગોળાઇને નીચે પડયા હતા. આ બનવામાં ગંભીર ઇજાઓને પગલે બિનોદનું મોત નીપજયું હતું. જ્યારે ફરિયાદીને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.