ભરૂચ ખાતે કોરામંડલ દ્વારા ૨૫૦ વિદ્યાર્થિનીઓને સ્કોલરશીપનું વિતરણ કરાયું, વાલીઓને મતદાન કરવાના સંકલ્પ લેવડાવાયા

image-38

ભરૂચ ખાતે કોરામંડલ દ્વારા વિદ્યાર્થિનીઓને સ્કોલરશીપ વિતરણ કાર્યકમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. તેમજ મતદાન અંગે જાગૃતિ ફેલાવી હાજર વાલીઓ પાસે મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવાડાવાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી વિદ્યાર્થિનીઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. તેમજ આ તકનો લાભ લઈ આગામી દિવસોમાં આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓને મતદાન અંગે સંકલ્પ લેવડાવી ચૂંટણીમાં દિવસે વધુમાં વધુ મતદાન થાય તેવી તેવી લોકોને અપીલ કરી હતી.