મુન્દ્રામાં યુવતીનો પીછો કરી બિભત્સ ઇશારા કરી છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, મુન્દ્રામાં યુવતીનો પીછો કરી બિભત્સ ઇશારા કરી છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ લગભગ પંદરેક દિવસ અગાઉ બનેલ આ બનાવ અંગે ગત દિવસે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર પંદરબ દિવસ અગાઉ આરોપી શખ્સોએ ફરિયાદીનો પીછો કરી ખરાબ શબ્દો બોલી બિભત્સ ઇશારા કરી છેડતી કરી હતી, તેમજ લગ્ન કરવા ફરિયાદીને મજબૂર કરી ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહી હતી. જાણવા મળી રહ્યું છે કે આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.