અબડાસાના એક ગામના ઉત્સવમાં બંદૂકના ભડાકાથી એક શખ્સ ઘાયલ
copy image

અબડાસાના એક ગામમાં ઉત્સવ દરમ્યાનની ઉજવણીમાં હવામાં બંદૂકમાંથી ભડાકા થયા અને આકસ્મિક રીતે એક શખ્સના ગાલને છરા-ગોળીએ વીંધી નાખ્યાના સમાચાર મળ્યા છે, જો કે આ બનાવ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી અને પોલીસ પણ અજાણ હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ હતી. જેમાં જોશમાં આવીને બંદૂકમાંથી ફાયરિંગ થયું હતું. અતિ ઉત્સાહમાં છરાવાળી બંદૂકથી થયેલાં ફાયરિંગ થકી આકસ્મિક રીતે છરાવાળી ગોળી એક શખ્સને લાગતાં તેને તાબડતોડ ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને શત્રક્રિયા થકી તેનો જીવ બચ્યો હતો. આ બનાવને લઈને સંબંધિત પોલીસ મથકના જવાબદાર અધિકારીનો સંપર્ક કરતાં આવી કોઈ ફરિયાદ દાખલ ન થયાનું અને બનાવથી પણ પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.