ભુજના હિલગાર્ડન અને માધાપરના ગેમઝોન  સામે ગુનો દાખલ

copy image

copy image

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા તંત્રે ઠેર-ઠેર કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસને  પણ તેના વિસ્તારમાં ચાલતા ગેમઝોનની તપાસણી કરી કંઈ ગેરકાયદેસર જણાય તો સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ  કરવા આદેશ વછૂટતા છેલ્લા બે-ત્રણ દિવસથી કચ્છમાં આવી કાર્યવાહી થઈ રહી છે,  જેમાં  માધાપરના  વધુ  એક  ગેમઝોન વિરુદ્ધ  અને ભુજના હિલગાર્ડનમાં ચાલતા ગેમઝોન સામે ગુનો દાખલ થયો હતો .  માધાપર પોલીસે  જૂનાવાસમાં નવીલાઈન શેરીમાં બ્લૂબેરી ગેમ સ્ટેશનની તપાસ  કરી હતી જ્યારે  ભુજના હિલગાર્ડનમાં ચાલતા  મસ્તી ઝોન નામના ગેમઝોનની એ-ડિવિઝન પોલીસે મુલાકાત લીધી હતી. આ બન્ને ગેમઝોન જ્યારથી ચાલુ થયા  છે ત્યારથી લઈ ને અત્યાર  સુધી ફાયર વિભાગની એન.ઓ.સી. કે ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર મેળવ્યું નથી તેમજ  ગેમઝોનમાં એક દરવાજા સિવાય બીજો કોઈ ઈમરજન્સીમાં બહાર નીકળવાનો દરવાજો ન હોઈ માણસોની  જિંદગી  જોખમાય તેવી ગેમઝોનની પ્રવૃત્તિ બદલ માધાપરના ગેમઝોનના સંચાલક  વિરુદ્ધ માધાપર પોલીસે અને હિલગાર્ડનના  મસ્તી ઝોનના સંચાલક  વિરુદ્ધ  એ-ડિવિઝન પોલીસે  ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.