શિણાય નજીક નર્મદા કેનાલમાં તરતો મૃતદેહ મળી આવ્યો

dead-body-floor-60202053

copy image

copy image

ગાંધીધામ તાલુકાના શિણાય કિડાણા રોડપર આવેલી નર્મદા કેનાલમાંથી એક મૃતદેહ તરતો મળી આવ્યો હતો. પોલીસે આકસ્મીક નોંધ લઈને તપાસ હાથ ધરી હતી. આદિપુર પોલીસે જણાવ્યું કે રામબાગ હોસ્પિટલમાં જાહેર કરેલી વિગતો અનુસાર 59 વર્ષીય શામજીભાઈ રામજીભાઈ વાઘમસીને રામબાગ હોસ્પિટલ લઈ અવાયા હતા, જેમનો મૃતદેહ નર્મદા કેનાલામાં તરતા મળી આવ્યો હતો. આ અંગે સ્થાનિકોને જાણ થતા તેને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. પોલીસે આકસ્મીક મોતની નોંધ લઈને તપાસ હાથ ધરી હતી.