મુંદરાની નવીનાળમાં યુવાનને સર્પે દંશ દેતાં સારવાર હેઠળ મોત
copy image

મુંદરા તાલુકાના નવીનાળમાં ત્રણ દિવસ પૂર્વે 36 વર્ષીય યુવાનને સર્પે દંશ દેતાં તેનું સારવાર હેઠળ મોત નીપજ્યું હતું. મુંદરા તાલુકાના નવીનાળની લેબર કોલોનીમાં રહેતા હરિશંકર ઠાકુર ગત તા. 10-7ના અડધી રાતના અરસામાં ત્રણ વાગ્યે બાથરૂમ જવા જતાં તેને સર્પે ડંખ માર્યો હતો. આથી તેમને મુંદરા હોસ્પિટલમાં લવાય બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું સારવાર હેઠળ મૃત્યુ થયું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.