ગાંધીધામમાં યુવાનની હત્યા કેસમાં આરોપીઓની ધરપકડ

copy image

copy image

ગાંધીધામના નવી સુંદરપુરી પાણીના ટાંકા નજીક ભોલેનાથ મંદિર પાસે સામાન્ય મુદે્ બોલાચાલી બાદ યુવાનનું ઢીમ ઢાળી દેનારા બે આરોપીને પોલીસે પકડી પાડયા હતા. શહેરના નવી સુંદરપુરી ભોલેનાથ મંદિર નજીક રહેનાર સુરેશ મગાજી ચંદ્રવંશી નામના યુવાનની હત્યા નીપજાવાઇ હતી. મૂળ મધ્યપ્રદેશના આ યુવાનનો આરોપી અજય ઇશ્વરલાલ માલવી તથા અશોક કરણસિંઘ કીર સાથે માથાકૂટ થઇ હતી જેમાં સુરેશે ઝઘડામાં અજયનું ગળું પકડી ધક્કો મારી પાડી દીધો હતો. બાદમાં ફરીથી આવું કર્યું હતું. પછી ઉશ્કેરાયેલા અજયે લાકડાનો  ધોકો ઉપાડી સુરેશના માથામાં ફટકારી આ બંને આરોપી ત્યાંથી નાસી ગયા હતા. સુરેશના દીકરા દીપકને તેની જાણ થતાં તે દોડતા દોડતા પરિવારજનો પાસે જઇ બનાવની જાણ કરતાં પરિવારજનો ઘવાયેલા યુવાનને રિક્ષામાં નાખી સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવ અંગે પોલીસે દોડધામ આદરી બંને આરોપીને પકડી પાડી હુમલામાં વપરાયેલ લાકડાનું પાટિયું જપ્ત  કર્યું હતું. બનાવ અંગે સુરેશના ભાઇ રાહુલ સાગાજી ચંદ્રવંશીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.