સિયોત સીમની પવનચક્કીમાંથી 87 હજારના મુદ્દામાલની ચોરી

chori-150x150-1

copy image

copy image

લખપત તાલુકાના સિયોતની સીમમાં પવનચક્કીના દરવાજાનાં તાળાં તોડી તેમાંથી વાયર અને બે બેટરી એમ કુલે રૂા. 87 હજારના મુદ્દામાલની તસ્કરી થયાની ફરિયાદ નોંધાઇ હતી . આ અંગે દયાપર પોલીસ મથકે, સિક્યુરિટી સુપરવાઇઝર નારુભા જાડેજાએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. 13/7 થી 15/7 દરમ્યાન સિયોત ગામની સીમમાં પવનચક્કીના દરવાજાનાં તાળાં તોડી તેમાંથી અલગ-અલગ પ્રકારના વાયર અને બે બેટરી એમ કુલે રૂા. 87 હજારનો મુદ્દામાલ અજાણ્યા ચોર ચોરી કરી લઇ ગયા હતા. દયાપર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.