તેરામાં સર્પને પકડવા આવનાર ગામના યુવાનને દંશ મારતાં મોત

copy image

copy image

copy image
copy image

અબડાસા  તાલુકાના તેરા ગામે ફળિયામાં નીકળેલા સાપને પકડવા જતા ગામના યુવાન વનરાજસિંહ અઢીસિંહ જાડેજાને સાપે દંશ દેતા તેનું મોત નીપજ્યું હતું.  અબડાસા તાલુકાના તેરા ગામમાં કોલીવાસમાં સવારના  11 વાગ્યાના અરસામાં સાપ નીકળ્યો હતો. આથી ગામમાં રહેતો 30 વર્ષીય યુવાન વનરાજસિંહ જાડેજા સાપને પકડવા માટે ગયો હતો. સાપ પકડવા દરમ્યાન સર્પ તેને કરડી ગયો હતો. આથી વનરાજસિંહને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. નલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી . પ્રાપ્ત માહિતી મુજબ વનરાજસિંહે સાપને પકડી લીધા બાદ તેને રમાડી રહ્યો હતો ત્યારે સાપ તેને કરડી ગયો હતો. આમ, સાપને રમાડવા જતાં સાપે તેના રામ રમાડી દીધા હતા. વનરાજસિંહએ બિટ્ટામાં નીકળેલા સાપને પકડી, રમાડીને લઈ ગયો હતો અને તેની આદત મુજબ તેમ કરવા જતાં તેને કરડી ગયો હતો. અત્રે નોંધનીય છે કે, થોડા દિવસો પૂર્વે ખોંભડીમાં પણ યુવાન સાપને પકડી સીમમાં મૂકવા જતી વેળાએ તેને દંશ મારતા તેનું મૃત્યુ થયું હતું.