ગળપાદરમાં આર્મી કેમ્પમાં ઘૂસી જનાર શખ્સની ધરપકડ

copy image

copy image

ગાંધીધામ તાલુકાના ગળપાદરમાં ભારતીય સેનાના વિસ્તારમાં ઘૂસી જતા બિહારના એક શખ્સને પકડી પાડી તેને પોલીસના હવાલે કરાયો હતો. ગળપાદરમાં આવેલ ભારતીય સેનાના કેમ્પમાં રાતના અરસામાં  આ બનાવ બન્યો હતો. સેનાના કેમ્પમાં એક શખ્સ ઘૂસી આવતાં જવાનોએ તેને પકડી પાડયો હતો. રાજેશ પાસવાન મહેગુ પાસવાન નામનો શખ્સ પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી જતાં તેને પકડી પાડી સ્થાનિક પોલીસના હવાલે  કરાયો હતો. આ શખ્સની પોલીસે પૂછપરછ કરતાં તે માનસિક અસ્વસ્થ હોવાનું તથા બિહારથી અહીં આવી પહોંચ્યો હોવાનું બહાર આવ્યું હતું. તેના સંબંધિઓને બોલાવી તેના વતન ખાતે પહોંચાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.