મુન્દ્રામાં આંકડાનો જુગાર લેતો ઈસમ ઝડપાયો

copy image

copy image

મુન્દ્રા ખાતેથી સ્થાનિક પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર લેતા ઈસમને રોકડ 540 અને સાહિત્ય સાથે રંગે હાથ પકડી પડ્યો હતો.ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પેટ્રોલિંગ કરી રહેલ સિટી પોલીસની ટીમે મળેલ સચોટ બાતમીના આધારે સ્થાનિકેના ડાકબંગલા નજીક છાપો મારી ખુલ્લામાં મિલન બજાર પર વરલી મટકાનો જુગાર રમાડી રહેલા કરશન કેશા પરમાર (ઉ.વ.30 રહે ગુર્જરવાસ-મુન્દ્રા)ને રોકડ રૂપિયા 540,નોટબુક તથા બોલપેન સહિત ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.