દયાપરમાં ગાંજા સાથે ઈસમ પકડાયો : ભુજના બે ઈસમનાં નામ ખુલ્યાં
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે માદક પદાર્થ ગાંજાનો 69 ગ્રામ જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી આમાં ભુજના બે શખ્સના નામ ખુલ્યાં છે. રાતે દયાપર પોલીસે બાતમીના આધારે દયાપરના બસ સ્ટેશન પાસે ગાંજાનું વેચાણ કરતા 69 ગ્રામ ગાંજાનો જથ્થો જેની કિં. રૂા. 3477 તથા એક મોબાઈલ કિં. રૂા. 5000 સાથે ઝડપી લીધો હતો. આ ગાંજો તેણે ભુજના અને જંગો પાસેથી ખરીદ્યાની કેફિયત આપતાં ત્રણે વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.