ભુજના બે દરોડામાં બે મહિલા સહિત 15 ખેલી ઝડપાયા
ભુજના સંજોગનગર ત્રણ રસ્તાની આગળ ભારતનગરમાં સોહિલ પ્રોવિઝન સ્ટોરની બાજુની ગલીમાં ખુલ્લી જગ્યામાં રાતના અરસામાં તીનપત્તીનો જુગાર રમતા નીલેશ ઇશ્વરલાલ સોલંકી, પરાગ અરવિંદભાઇ ચૌહાણ, બટુકભાઇ વેલજીભાઇ ચૌહાણ, દીપક ચંદુલાલ ગોર, હનીફાબાઇ હાસમ ચૌહાણ અને શોભનાબેન મહેન્દ્રભાઇ સોલંકી (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 11150 અને ચાર મોબાઇલ કિં. રૂા. 15,500ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. અન્ય દરોડો તા. 25/8ના રાતે 12.20 વાગ્યે ભુજના સહયોગનગરમાં શેરી નં. 15ની બાજુમાં મારૂતિ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં ખુલ્લામાં ધાણીપાસા વડે રમાતી જુગાર પર પડયો હતો, જેમાં ઇન્દ્રજીતસિંહ સતુભા જાડેજા, દિલીપસિંહ જામભા જાડેજા, કૌશલ સતીષભાઇ ત્રિવેદી, મ્રુદન બિપિનભાઇ ગોર, કોટેશ પરેશભાઇ પટેલ, નૈમિષભાઇ કમલેશભાઇ ઠક્કર, જીગર દીપકભાઇ ગોર, અજિતસિંહ પ્રાગજી મોડ અને વિશાલ પ્રદિપભાઇ સોની (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 25,100 તથા છ મોબાઇલ કિં. રૂ. 30,000ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી