ચાંદ્રોડામાં કિશોરીનું અપહરણ કરી વારંવાર બળાત્કાર ગુજારનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી

copy image

copy image

આંજાર તાલુકાનાં ચાંદ્રોડા ગામ કિશોરીનું અપહરણ કરી વારંવાર બળાત્કાર ગુજારનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, અંજારના ચાંદ્રોડામાં ગત તા. 8/3થી 9/3ના ગાળામાં આ બનાવ બન્યો હતો. 13 વર્ષીય એક કિશોરીનું આરોપી ઈશમે લગ્નની લાલચ આપી અપહરણ કરાયું હતું અને બાદમાં વારંવાર તેણે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ચકચારી બનાવમાં આરોપી કિશોર વયનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.