ઔધોગિક એકમોમાં રાખેલ મજૂરોની સંપર્ણ વિગત સાથેનું નિયત રજીસ્ટર નહી નિભાવી જાહેરનામામાં જણાવેલ શરતોનો ભંગ કરનાર લેબર કોન્ટ્રાક્ટરો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા “સ્પેશિયલ ડ્રાઇવ”નું આયોજન

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા વિકાસ સુંડા સાહેબ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં ઔધોગિક એકમોને લેબર કોન્ટ્રાક્ટર દ્વારા મજુરો પૂરા પાડવામાં આવતા, લેબર કોન્ટ્રાકટરો દ્વારા મજૂરી કામ માટે રાખેલ લેબરોની સંપૂર્ણ વિગત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નહી આપનાર અને લેબરોની સંપૂર્ણ વિગત સાથેનું સાથેનું જાહેરનામા મુજબનું રજીસ્ટર નહીં નિભાવનાર લેબર કોન્ટ્રાક્ટરો વિરૂધ્ધ જાહેરનામાં ભંગ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચનાઓ આપેલ હોય.

પશ્ચિમ કચ્છ જીલ્લામાં ભૂકંપ બાદ રાજ્ય સરકારશ્રીની નીતિ અનુસાર ઔધોગિક એકમો શરૂ થયેલા છે અને તે ઔધોગિક એકમોમાં રાજ્ય બહારથી જીલ્લા બહારથી મોટા ભાગે પરપ્રાંતિય મજુરો કોન્ટ્રાકટરો દ્વારા પૂરા પાડવામાં આવતા હોય છે અને તે મજરીને કારણે અને ઔધોગિક એકમોને કારણે જીલ્લામાં રાજ્ય બહારના લોકોની અવર-જવરનું પ્રમાણ વધેલ છે તેના કારણે કેટલાક અસામાજીક તત્વો તથા પરપ્રાંતિય ગુનેગારો પણ અત્રેના જીલ્લામાં મજુરી કામ માટે આવતા-જતા હોય છે જેના કારણે અત્રેના જીલ્લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજ્ય અને જીલ્લા બહારથી આવતા અસામાજિક તત્વો ઉપર પોલીસની પૂરતી વોચ રહે તે માટે માનનીય કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી કચ્છ-ભુજ દ્વારા અવાર-નવાર જાહેરનામાં બહાર પાડવામાં આવે છે. જેમાં લેબર કોન્ટ્રાક્ટરોએ કામે રાખેલ મજુરોની સંપુર્ણ વિગત તથા ફોટા સાથેનું નિયત રજીસ્ટર નિભાવી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વિગતો દર માસે પુરી પાડવાની હોય છે પરંતુ અમુક લેબર કોન્ટ્રાક્ટરો મજૂરોની જરૂરી વિગતો નહી નિભાવી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે વિગતો પુરી પાડતા નથી.

જે અનુસંધાને પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લા પોલીસ બારા તા.૧૦/૧૦/૨૦૨૪ થી તા.૧૧/૧૦/૨૦૨૪ સુધી દિન-૦૨ ની સ્પેશિયલ ડ્રાઇવ’નું આયોજન કરવામાં આવેલ. આ સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો તથા એસ.ઓ.જી શાખા દ્વારા જાહેરનામાં ભેગના કુલ ૨૫ કેસો કરવામાં આવેલ, તેમજ ૨૧૦૦ જેટલા લેબર કોન્ટ્રાક્ટરો તેમજ મજુરોને ચેક કરવામાં આવેલ તેમજ ૧૨ બી રોલ ભરવાની કામગીરી કરવામાં આવેલ છે