કામે રાખેલ પરપ્રાંતિય મજુરોની ફોટા સહિતની સંપુર્ણ વિગત નહિ નિભાવી જાહેરનામાનો ભંગ કરનાર લેબર કોન્ટ્રાકટરો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી પ્રાગપર પોલીસ

કચ્છ જિલ્લો ગુજરાત રાજ્યના ઔદ્યોગિક જિલ્લાઓની દષ્ટિએ અગ્રેસર જિલ્લો છે જેમાં રોજીરોટી કમાવવા સારૂ ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી પરપ્રાંતિય કામદારો તથા મજુરો મોટી સંખ્યામાં આવતા હોય છે આ કામદારો તેમજ મજુરોની આડમાં ઘણા ગુનાહિત માનસિકતા ધરાવતા ઇસમો તેમજ ભારતના જે તે રાજ્યમાં ગુનો આચરી પોતે કાયદાના સકંજાથી બચવા તેમજ પોલીસની પકડથી બચવા પોતાની જાતને બચાવવા સારું ઘણા ગુનેગારો પણ જિલ્લામાં રોજગારીની આડમાં આશ્રય મેળવતા હોય છે જે ગુનેગારોને પકડી પાડવા સારૂ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ-ભુજ નાઓએ સૂચના આપેલ હોય તેમજ કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી કચ્છ-ભુજ નાઓનું જાહેરનામું પણ અમલમાં હોય જે અન્વયે પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સન્સ્પેકટરશ્રી એચ.એસ. ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી આર.એન.વાડલે તથા પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હોય અત્રેના જિલ્લામાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા (૧) મહેશકુમાર રવિલાલ વાસાણી, રહે.માંડવી તથા (૨) લખનભાઈ રામભાઈ ગઢવી, રહે,ઝરપરા તા.મુંદરાઓએ પોતાની પાસે ગોડાઉન અર્થે પરપ્રાંતિય વ્યક્તિઓને કામદાર તેમજ મજુર તરીકે રાખી તેઓની સંપુર્ણ બાયોડેટા સાથેની વિગતો અત્રેના પ્રાગપર પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના વર્તમાન જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

♦ આરોપીઓના નામ :-

(૧) મહેશકુમાર રવિલાલ વાસાણી, રહે. માંડવી

(૨) લખનભાઈ રામભાઈ ગઢવી, રહે ઝરપરા તા.મુંદરા

♦ આ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ :-

આ સફળ કામગીરીમાં પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એચ.એસ.ત્રિવેદી તથા પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી આર.એન. વાડલે તથા એ.એસ.આઈ. દિનેશભાઈ એમ. ધોરીયા તથા ગોપાલભાઈ ડી. મહેશ્વરી તથા પો.હેડ.કોન્સ. શિવમભાઇ એચ.જોષી તથા પો.કોન્સ રાજુભાઈ ડી. ચૌધરી તથા અશોકકુમાર એ. આશલ તથા મહેશકુમાર બી. ચૌહાણ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.