શેરી ગરબા અને રાસોત્સવ માં જઈ ને 181ભુજ ટીમ મહિલા ઓ ને હેલ્પલાઇન અંગે માહિતી આપી
181 કામગીરી અંગે જાગૃતિ ફેલાવી : ઘરેલુ હિંસા ,છેડતી,જાતીય સતામણી બનાવોમાં મદદે પહોંચી 181 ટીમ,
નવરાત્રી દરમિયાન શેરી ગરબીઓ અને મોટા રાજોત્સવમાં બોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત હોય છે ત્યારે 181 મહિલા હેલ્પલાઇન ની માહિતી અંગે બહેનો વધુ માહિતગાર થાય તે માટે 181 ભુજ ટીમ કાઉન્સિલર રાધિકાબેન જોષીકાઉન્સિલર રાધિકાબેન જોશીA.S.I રક્ષા બેન ચાવડા , પોલીસ હેડ કોન્સ્ટેબલ રેખાબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ અંજલીબેન સુથાર, પાયલોટ ભાવેશભાઈ ખંભુ ટીમ ગરબી આયોજનમાં પહોંચી મહિલાઓને માહિતગાર કર્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા અને મદદ અર્થે અમલી બનાવી વિવિધ યોજનાઓ અને 181 મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવે છે ત્યારે મહિલાને ભયમુક્ત બનાવવા માટે રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલુ હિંસા, છેડતી ટેલીફોનિક ટોકિંગ જાતીય સતામણી જેવા અનેક બનાવોમાં મહિલાને તાત્કાલિક 181 ટીમ મદદ થી પહોંચે છે ભુજ 181 અભયમ ટીમ દ્વારા તથા અન્ય સ્ટાફ સંકલનમાં રહીને નવરાત્રી પર્વ દરમિયાન 181 હેલ્પલાઇનની માહિતી વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે શેરી ગરબા તથા પાર્ટી પ્લોટ માં રાસોત્સવમાં જઈને મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં અભયમ મોબાઇલ એપ્લિકેશન ની માહિતી અંગે મહિલાઓને માહિતગાર કર્યા હતા.
– જાણો 181 અભયમ એપની વિશેષતા શું છે
181 અભયમ મોબાઇલ એપ્લિકેશન ની વિશેષતા છે કે, સ્માર્ટફોનમાં પેનિક બટન દબાવતા હેલ્પલાઇનની મદદ મેળવી શકાય તથા મોબાઇલ એપ્લિકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ નકશામાં લેટ લોંગ સાથે મળી જશે, જેથી 181 ટીમ મદદ માટે તુરંત પહોંચી જશે.