ખારી ગામે બનાવટી અપમૃત્યુના બનાવ પાછળ નીકળી ફિલ્મી સ્ટોરી : પ્રેમી પંખીડાઓએ એક વૃદ્ધને ઉતાર્યા મોતને ઘાટ

ખારી ગામે બનાવટી અપમૃત્યુના બનાવ પાછળ નીકળી ફિલ્મી સ્ટોરી. જાણવા મળી રહ્યું છે કે, આ બનાવટી અપમૃત્યુના બનાવ પાછળ ખૂનના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ખાવડા પોલીસ સ્ટેશનની તપાસ દરમ્યાન જણાય આવેલ કે, સદર બનાવમાં ગત તા.05/07/2024 ના રોજ ખારી ગામે જે લાકડામાં સળગેલ કકાલ પડેલ હતા તે માણસના કંકાલ હોવાનું બહાર આવેલ હતું જેથી આ અંગે આગળની વધુ ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તપાસ દરમ્યાન બનાવવાળી સ્થાનિક જગ્યાએ એફ.એસ.એલ અધિકારીશ્રીની હાજરીમાં સ્થાનિક જગ્યાનું પંચનામું કરી જરૂરી નમુના કબ્જે કરી ડી. એન એ. માટે ડી.એફ.એસ. ગાંધીનગર તથા અન્ય સેમ્પલ એફ.એસ.એલ. રાજકોટ ખાતે મોકલવામા આવેલ. ઉપરોકત જાણવા જોગના કામે સાહેદોના નિવેદનો લેવામાં આવેલ તે દરમ્યાન સામે આવેલ કે, ગત તા.05/07/2024 ના રોજ જે લાકડામા સળગેલ કંકાલ મળેલ હતું તે માણસનું જ કંકાલ હોવાનું સામે આવ્યું હતું.આ કંકાલ અંગે તપાસ ચાલુ હતી અને આ કામે આ રામીબેન ડો.ઓ. સાકરાભાઇ કેરાસીયા તથા તેનો પ્રેમી અનિલ સ.ઓ. ગોપાલ ગાંગલ બન્નેની શોધખોળ હાથ ધરવામાં આવેલ અને પોલીસ સ્ટેશન લેવલે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરતા બન્ને વ્યક્તિ રાપર વિસ્તારમાથી મળી આવેલ જે બન્નેની ઉંડાણ પુર્વકની તપાસ કરતા જાણવા મળેલ કે, આ અનિલ છેલ્લા એક મહીનાથી બિન વારસુ લાશની શોધખોળ કરતો હતો પરંતુ મળી આવેલ ન હોય ત્યાર બાદમાં ગત તા.03/07/2024 ના રોજ થાકી અને હમીરસર તળાવના બાકળા ઉપર બેઠેલ હતો ત્યારે તેની બાજુના બાકળા ઉપર એક મોટી ઉમરના કાકા આવીને બેસેલ જેથી તેને તેનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ ભરત પ્રતાપસિંગ ભાટીયા રહે. માનકુવા તા.ભુજ વાળો હોવાનું જણાવેલ જેની આગળ પાછળ પરીવારમાં કોઇ પણ ન હોવાનું જણાઇ આવતા આ કામના આરોપી અનિલે તેમનો પીછો કરી તે જે જગ્યાએ સુતેલ હતા તેની રેકી કરી રાતના બારેક વાગ્યા બાદ ત્યાંથી તે કાકાને બળજબરીથી તેની ઈકકો ગાડીમાં બેસાડી લઇ દરવાજો બંધ કરી કુનરીયા થી ઢોરી થઈ છછી થઈ આગળ આવેલ ભોજરડો છછી ગામની સીમ વિસ્તારમાં રાતના કોઇ પણ માણસ કે કોઇ વાહન દેખાયેલ ન હોય જેથી ઇક્કો રોકી આ ભરતભાઈ ભાટીયા ને ગળેટૂંપો આપી મોત નિપજાવ્યું હતું અને બાદમાં લાશને ખારી ગામે આવેલ આરોપીના વાડામાં લઇ જઇ સહ આરોપી રામીબેન ડો ઓ સાકરાભાઈ કેરાસીયા રહે-ગોડપર તા.ભુજ, વાળા બન્નેએ ઈકકો ગાડીમાંથી નીચે ઉતારી સાઇડમાં મુકી દઇ તેના ઉપર કચરો નાખી પથ્થર મુકી દઇ લાશને સંતાડી દઈ બન્નેના પ્લાન મુજબ આ રામીબેન એ તેના મોબાઇલ ફોનમા તા. 19/06/2024 ના રોજ પોતે જીંદગીથી કંટાળી ગયેલ અને તમને મારી પાસેથી અપેક્ષાઓ છે તે હું પૂરી કરી શકું તેમ નથી જેથી મને માફ કરી દેજો તેવા બે અલગ અલગ વિડીયો બનાવેલ જે વિડીયો તા. 06/07/2024 ના રોજ પોતાના પિતાને મોકલી યોજેલ પ્લાન મુજબ ગત તા.05/07/2024 ના બપોરના સાડા અગ્યારેક વાગ્યાની આસપાસ તે લાશને તેના વાડામાથી લઇ જઈ બાજુમાં આવેલ કાના કરશન ચાડના વાડામાં વધારે લાકડા હોય તે લાકડા ઉપર સુવડાવી તેના ઉપર સહ આરોપી રામીબેનના કપડા, સાકળા, બગળી મુકી દઇ અનિલ અગાઉ લઇ આવેલ રૂ. 2500/- નું ડીઝલ તથા આ રામીબેન તેની સાથે લઇ આવેલ આશરે 05 લીટર જેટલું ડીઝલ જે તમામ ડીઝલ આરોપી અનિલ એ તે લાશ તથા લાકડા ઉપર નાખી દઇ રામીએ તેના ચપ્પલ તથા મોબાઇલ ફોન સાઈડમાં મુકી મરણ જનારની લાશને સળગાવી દઈ ત્યાંથી પોતાની મોસા લઈ નાસી ગયા હતા અને બાદમાં રવેચી(રવ) ખાતે જઇ ત્યાં એક નાઇટ હોલ્ટ કરી બીજા દિવસે આ કામેનો આરોપી અનિલ ગોપાલ સહ આરોપીના બેસણામાં આવેલ અને તેમણે યોજેલ પ્લાનિંગ બરાબર હોવાની ખાતરી કરી ફરીથી સહ આરોપી પાસે જઈ એક મહીના જેટલો સમય ભાણવાડ તાલુકાના કબરખા ગામમાં રહેલ અને ત્યાર બાદ ભુજ ખાતે આવેલ અને ઉમેશ નગરમાં બે મહીના જેટલો સમય એક મકાનમાં ભાડે રહેલ અને આ રામી બેને પોતે કોઇ જગ્યાએ જાહેર ન થાય તે રીતે ત્યાં રહી ગઇ હતી. અને બાદમાં ગત તા.27/09/2024 ના રોજ રાતના અગ્યારેક વાગ્યાની આસપાસ સહ આરોપી રામીબેન ના પિતા સાકરાભાઇ પાસે નાડાપા ખાતે જઇ પોતે જીવીત હોવાની હકીકત જણાવતા તેના પિતાએ તેને સ્વીકાર કરવાની ના પાડી પોલીસ સ્ટેશન હાજર થવાનું કહેતા સદર જગ્યાએથી બન્ને જણા નાસી છૂટ્યા હતા.
આ બાબત સામે આવતા આરોપીએ પોતે ઉપરોકત મુજબની કબુલાત કરી અને આ કામે મરણ જનારની શોધખોળ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન મરણ જનાર જે જગ્યાએ રાત્રીના સુતા હતા તે શિવમ ટ્રેડર્સના માલીકને મળી તેઓ બાબતે પુછતા તેઓએ પોલીસ અને માનવતાના ધોરણે તપાસમાં સહયોગ આપી આ મરણ જનારનો સ્કેચ બનાવવામાં મદદરૂપ બન્યા હતા અને તોએની મદદના આધારે એક સ્ક્રેચ તૈયાર કરવામાં આવેલ અને તે સ્ક્રેચ આધારે આ કામે મરણ જનાર મુળ માનકુવા જુના વાસના રહેવાસી અને પોતાના પરીવારમાં કોઈ ન હોવાના કારણે પોતે એકલવાયું જીવન જીવતા હોવાનું સામે આવેલ હતું તેમજ આ કામે મરણ જનારના ભાઈ નરેશભાઇ પ્રતાપસિંહ ગાંધી(ભાટીયા) રહે- ગણેશ નગર ટાવર ફળીયું હિલગાર્ડની પાછળનો ભાગ ભુજ નાઓએ આ સ્કેચ પોતાના ભાઈનો હોવાનું ઓળખી બતાવેલ છે. જેથી સમગ્ર તપાસ દરમ્યાન આ બન્ને જણાએ તેઓના યોજેલ પ્લાન મુજબ એક એકલવાયું જીવન જીવતા ભરતભાઇ પ્રતાપસિંગ ગાંધી(ભાટીયા) આશરે ઉ.વ.-72 નાઓને મોતને ઘાટ ઉતારેલાનું અત્યાર સુધીની તપાસ દરમ્યાન સાબિત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે, આ ગુના અંગે આગળની વધુ તપાસ હાથ ધારવામાં આવેલ છે.