181 કામગીરી અંગે વધુ જાગૃતિ ફેલાવી : ઘરેલું હિંસા, છેડતી, જાતિય સતામણીના બનાવોમાં મદદે પહોંચે છે 181

ગુજરાત સરકારે મહિલાઓ પર થતી તમામ પ્રકારની હિંસા, દૂર વ્યવહાર, છેડતી વગેરે જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને કાઉન્સિલિંગ કરી મહિલાઓના પુનર્વસનની કામગીરી માટે 181 અભયમ યોજના શરૂ કરેલ છે ભુજ સીટી માં અલગ અલગ નવરાત્રી મહોત્સવના સ્થળે જઈ નવરાત્રી દરમ્યાન શેરી ગરબીઓ અને મોટા રાસોત્સવમાં બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત હોય છે ત્યારે 181 મહિલા હેલ્પલાઇન ની માહિતી અંગે બહેનો વધુ માહિતગાર થાય તે માટે 181 ભુજ ટીમ કાઉન્સિલર રાધીકા બેન જોષી, ઉજાલા બેન સોલંકી ,અને પારગી પ્રવિણાબેનA.S.I રક્ષા બેન ચાવડા , પોલીસ હેડ કોન્સ્ટેબલ રેખાબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ અંજલીબેન સુથાર, પાયલોટ ભાવેશભાઈ ખંભુ ટીમ ગરબી આયોજનમાં પહોંચી મહિલાઓને માહિતગાર કર્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા અને મદદ અર્થે અમલી બનાવી વિવિધ યોજનાઓ અને 181 મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવે છે ત્યારે મહિલાને ભયમુક્ત બનાવવા માટે રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલુ હિંસા, છેડતી ટેલીફોનિક ટોકિંગ જાતીય સતામણી જેવા અનેક બનાવોમાં મહિલાને તાત્કાલિક 181 ટીમ મદદ થી પહોંચે છે ભુજ 181 અભયમ ટીમ દ્વારા તથા અન્ય સ્ટાફ સંકલનમાં રહીને નવરાત્રી પર્વ દરમિયાન 181 હેલ્પલાઇનની માહિતી વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે શેરી ગરબા તથા પાર્ટી પ્લોટ માં રાસોત્સવમાં જઈને મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. જો કોઈ મહિલાઓ ને તકલીફ પડે તો 181 નંબર ડાયલ કરે અને.ગુજરાત રાજ્ય ની બધી જ મહિલાઓ તેમજ તેમજ દીકરીઓ મુશ્કેલીના સમયે ડરીને નહીં પરંતુ હિમ્મત રાખીને ૧૮૧ અભયમ નો ઉપયોગ કરે એવી ભુજ 181 ટીમ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલા ઓ ની મદદ માટે 24×7 કલાક કાર્યરત છે.જેમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ડિજિટલ સ્વરૂપમાં લોન્ચ થયેલી 181 મોબાઇલ એપ્લિકેશન ની માહિતી અંગે મહિલાઓને માહિતગાર કર્યા હતા.

જાણો 181 અભયમ એપની વિશેષતા શું છે
181 અભયમ મોબાઇલ એપ્લિકેશન ની વિશેષતા છે કે, મહિલા સુરક્ષાનું અભય વચન આપતી ગુજરાત સરકારની આગવી પહેલ અભયમ ટીમે ભૂજ સિટી ના શેરી ગરબા અને રાસોત્સવમાં જઈને 181 અભયમ મહીલા હેલ્પલાઈન અંગેની માહિતી આપી