વડાપ્રધાનશ્રીના ૨૩ વર્ષના સુશાસનમાંકચ્છના સેંકડો લાભાર્થીઓને મળ્યું સપનાનું ઘર

સતત ૪ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યને નવી દિશા આપનાર તથા દેશનું નેતૃત્વ સંભાળનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સુશાસનમાં તેમની રાજ્યકીય ઇચ્છાશક્તિ,સબળ નેતૃત્વમાં રાજ્યનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. દરેક નાગરિકનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે તેઓએ રોજગાર, પાણી, વીજળી, પાકી છત વગેરે સુવિધા મળી રહે તે માટે તેમણે અનેક યોજનાઓ અમલી કરી હતી. જેમાંથી ગરીબવર્ગના દરેક નાગરિકને પાકી છત મળી રહે તે માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળમાં તેમણે ૨૦૧૩માં મુખ્યમંત્રી ગૃહ યોજના શરૂ કરેલી જયારે હાલ દેશનું નેતૃત્વ સંભાળતા તેમણે આ જ વિઝનને વધુ તેજ બનાવ્યું છે. હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)એ કેન્દ્ર સરકારશ્રીની ફ્લેગશીપ યોજના છે. આમ, રાજય અને કેન્દ્ર દ્વારા અમલી થયેલી યોજના હેઠળ અત્યારસુધી કચ્છના અનેક લાભાર્થીઓ પોતાનું સપનાનું આવાસ મેળવી શક્યા છે. ત્યારે પ્રસ્તુત છે તેની એક ઝલક…..
પ્રધાનમંત્રી આવાસ યોજના રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવાસવિહોણા અને કાચું ઘર ધરાવતાં હોય તેમને આવાસ બાંધકામની નાણાકીય સહાય પૂરી પડતી યોજના છે. જેનો ઉદ્દેશ “વર્ષ ૨૦૨૪ સુધીમાં તમામને ઘર” આપવાનો છે. આ યોજના હેઠળ ઝડપથી અને વધારેમાં વધારે આવાસવિહોણા લોકોને આવાસ મળી રહે તે માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) એ કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીનો ૬૦:૪૦નો હિસ્સો ધરાવતી યોજના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)નો હેતુ ગ્રામ્ય વિસ્તારના “સામાજિક-આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ -૨૦૧૧” (SECC-2011) તેમજ આવાસ પ્લસ સર્વે મુજબ પાત્રતા ધરાવતાં ઘરવિહોણા તેમજ કાચા આવાસ ધરાવતાં લોકોને નાણાંકીય સહાય પૂરી પડી નવા આવાસના બાંધકામ માટે સહાયરૂપ બનવાનો છે. આ યોજના હેઠળ પ્રતિ લાભાર્થી દીઠ રૂ.૧,૨૦,૦૦૦/- ની સીધા લાભાર્થીના બેંક ખાતામાં ૩ હપ્તામાં અનુક્રમે રૂ.૩૦,૦૦૦/-, રૂ.૮૦,૦૦૦/- અને રૂ.૧૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. તદુપરાંત રાજ્ય સરકારના “મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના” હેઠળ પ્રથમ હપ્તો પ્રાપ્ત થયાના (છ) ૬ માસમાં આવાસનું બાંધકામ પૂર્ણ કરે તો લાભાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦/-નું પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. લાભાર્થીને આવાસનું બાંધકામ જાતે કરવા બદલ મનરેગા હેઠળ ૧૦૦ દિવસની સરકારશ્રીના વખતોવખતના નક્કી થયેલ મજૂરીના દરને આધારે રોજગારી ચુકવવામાં આવે છે. તેમજ વર્ષ ૨૦૨૦-૨૧ થી બાથરૂમ બાંધકામ સહાય માટે ૧૦૦% રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ રૂ. ૫૦૦૦/-ની વધારાની સહાય આપવામાં આવે છે. આ યોજનાના લક્ષ્યાંક મુજબના તમામ લાભાર્થીઓને બાથરૂમ સુવિધા આપવા આવરી લેવાય તે જરૂરી છે જેને લીધે ગ્રામ્યકક્ષાએ મહિલાઓ માટે આવાસ સાથે બાથરૂમ સુવિધા ઉપલબ્ધ થઇ છે અને મહિલા સશક્તિકરણ તરફ એક નવી પહેલ થઇ ર હી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત લાભાર્થીને આવાસની સાથે સાથે પ્રાથમિક સવલતો મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. જેમ કે, ઉજાલા યોજના હેઠળ વીજળીનું કનેક્શન,ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન,નલ સે જલ યોજના હેઠળ પાણીનું કનેક્શન જેવી અન્ય યોજનાઓ સાથે સંકલન સાધીને લાભાર્થીને વધુમાં વધુ સરકારી લાભો મળી રહે તેવા પણ પ્રયત્નો કરવામાં આવે છે. જો લાભાર્થી પાસે આવાસ બાંધકામ માટે પ્લોટ ન હોય,તો સરકારશ્રી તરફથી લાભાર્થીને ૧૦૦ ચો.વારનો પ્લોટ પણ ફાળવવામાં આવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) પર નજર કરીએ તો, તે વર્ષ ૨૦૧૬-૧૭ થી શરૂ થયેલી છે. કચ્છ જિલ્લાને વર્ષ ૨૦૧૬-૧૭ થી વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં ૭૬૩૦ આવાસ બાંધકામનો લક્ષ્યાંક મળેલો છે. જે પૈકી ૬૯૨૨ લાભાર્થીઓએ આવાસનું બાંધકામ પૂર્ણ થયું છે. અન્ય આવાસોનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ માટે એક માસ પહેલા ૮૦૯૯ આવાસ બાંધકામનો લક્ષ્યાંક મળેલો છે. જે અન્વયે આવસોના બાંધકામ માટે મંજૂરીની કામગીરી પ્રગતિ હેઠળ છે.