મોતની લિફ્ટ : મુંદ્રા તાલુકાનાં મોટા કપાયા ગામે ટ્રેઈલરની અડફેટે બાઇક ચડતા બનાસકાંઠાના 25 વર્ષીય યુવાનનું મોત : બાઇક પર લિફ્ટ લેતાની સાથે જ બન્યો કાળનો કોળિયો

copy image

copy image

મુંદ્રા તાલુકાનાં મોટા કપાયા ગામે ટ્રેઈલરની અડફેટે બાઇક ચડતા 25 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે મૂળ દ્વારકા હાલે મુંદરાના રીકેશ ચૌહાણ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત દિવસે સાંજના અરસામાં બાઇક પર ન્યૂ પોર્ટ રોડથી પ્રાગપર તરફ જતા માર્ગે જઇ રહ્યા હતા, તે દરમ્યાન માર્ગ પર ચાલીને જઈ રહેલા યુવાનને લિફટ આપી હતી અને 100 મીટર જેટલો રસ્તો કાપતા જ  ત્યાં શ્રીરામ કાંટાની સામેના વળાંક પાસે સામેથી આવતા ટ્રેઇલરના ચાલકે બેદરકારીથી વળાંક લેતાં ફરિયાદીની બાઇકને અડફેટે લેતાં તેને અસ્થિભંગ અને છોલછામની ઇજાઓ થઇ હતી, જ્યારે પાછળ બેઠેલા મૂળ કળોઠી તા. વાવ, જિ. બનાસકાંઠાનો 25 વર્ષીય યુવાન જિગર ચેહરાભાઇ બઢિયાને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે ટ્રેઈલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.