ભચાઉના વામકા ગામની વાળીમાંથી 5.09 લાખના દારૂ સાથે ત્રણ શખ્સો પોલીસની ગિરફ્તમાં

copy image

copy image

 સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભચાઉ ખાતે આવેલ વામકા ગામના સીમ વિસ્તારમાં આવેલ એક વાડીમાં દારૂનું કટિંગ થાય તે પહેલા પોલીસે પહોંચી જઈ અને આરોપી શખ્સોની અટક કરી હતી. આ વાડીમાંથી રૂા. 5,00,914ના શરાબ સાથે ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉ તાલુકાનાં વામકા ગામની દક્ષિણ દિશામાં ડાભેડા વાડી વિસ્તારમાં હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા નવલસિંહ જાડેજા નામના શખ્સે બહારથી અંગ્રેજી દારૂ મંગાવી તેનું કટીંગ થઇ રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસે આ સ્થળે કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન બાતમી વાળી વાડીમાં ઉભેલી ઇનોવા કાર તેમજ એક બલેનો ગાડીની તપાસ કરાતા તેમાંથી દારૂના ખોખા નીકળી પડ્યા હતા. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન કુલ 870 બોટલ કિંમત રૂા. 5,00,914 શરાબ કબ્જે કરાયો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરોની અટક કરી આગળની વધુ તપાસ આરંભી છે.