ભરૂચના ચાવજમાં બાઈક પર આવેલા બે ગઠિયાઓ મહિલાના ગળામાં રહેલી સોનાની ચેઈન લૂંટી પલાયન થઇ ગયા

ભરૂચના ચાવજ રેલ્વે ફાટક પાસે આવેલા રાધાકૃષ્ણ સોસાયટી બહાર બાઈક ઉપર આવેલા બે ગઠિયાઓ મહિલાના ગળામાં રહેલા 1.39 લાખની પેન્ડલ વાળી સોનાની ચેઈન આંચકી પલાયન થઇ ગયા હતા.
ભરૂચના ચાવજ રેલ્વે ફાટક નજીક રામનગર સોસાયટીમાં રહેતા વિદ્યા સુરેન્દ્રસિંહ ઠાકોર સોસાયટીમાં રહેતા કૌટુંબિક સંબંધી સાથે બાજુમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં ભજન-કીર્તન માટે ગયા હતા.
જ્યાંથી તેઓ ભજન-કીર્તન પૂર્ણ કરી પરત પોતાના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે રાધાકૃષ્ણ સોસાયટી બહાર પાછળથી બાઈક ઉપર આવેલા બે ગઠિયાઓએ મહિલાના ગળામાં પહેરેલા રૂ.1.39 લાખની પેન્ડલવાળી સોનાની ચેઇન આંચકીને નાસી ગયા હતા.જેના કારણે મહિલા ગભરાઈ ગઈ હતી.આ અંગેની પરિવારજનોએ ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેતન મહેતા, ભરૂચ