ગુજરાત અને દિલ્હી પોલિસના સંયુક્ત ઓપરેશનમાં અંકલેશ્વરની એક કંપનીમાંથી પાંચ હજાર કરોડનો 518 કિલોગ્રામ માદક પદાર્થનો જથ્થો ઝડપી પડાયો
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડની કિંમતનું 518 કિલો કોકેઇન ઝડપાયાના મામલામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા કંપનીના 3 ડિરેક્ટરો સહિત કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મોડી રાત્રે કંપનીના ડિરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોથીયા, વિજય ભેંસાણીયાની ધરપકડ કરી હતી.
દિલ્હી પોલીસ દ્વારા દિલ્હીમાંથી ઝડપાયેલ ડ્રગ્સના મામલાની તપાસમાં અંકલેશ્વરની આવકાર ફાર્મા કંપનીમાંથી કેટલુંક મટીરીયલ મોકલાયું હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે ગુજરાત અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જીવન રક્ષક દવાઓની આડમાં ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાઈ હતી. રૂપિયા પાંચ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાતાં ચકચાર મચી જવા પામી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ