ભેંસો ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડતી નખત્રાણા પોલીસ

મહે. શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા શ્રી વિકાસ સુંડા સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ(ભુજ) તથા શ્રી બી.બી. ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક 1 નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ પો.સ્ટે.માં દાખલ થયેલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોઈ,
જે અનુસંધાને ચોર ઇસમોને પકડી પાડવા માટે પો. ઇન્સ. શ્રી એ. એમ. મકવાણા સાહેબ નાઓના માર્ગદર્શન અને સુચના આધારે નખત્રાણા પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓ નખત્રાણા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૫૨૪૦૮૧૮/૨૦૨૪ બી.એન.એસ. કુલમ ૩૦૩(૨), ૫૪ મુજબના ગુન્હા કામેના ભેંસ ચોરીમાં સંડોવાયેલ આરોપી મયુદ્દીનખાન મેવેખાન બલોચ ઉ.વ.૩૬ રહે. સેસણ નવા તા.દિયોદર જી.બનાસકાંઠા વાળાને હોઇ જેને તા.૧૩/૧૦/૨૦૨૪ ના તા રોજ અટક કરી નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા:-
(૧) મયુદ્દીનખાન મેવેખાન બલોચ ઉ.વ.૩૬ રહે.સેસણ નવા તા.દિયોદર જી.બનાસકાંઠા (ચોરી કરવા ગાડી આપનાર તથા ચોરી કરવા મદદ કરનાર)
પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ :-
(૧) છાપી પોલીસ સ્ટેશન ટેશન જી.બનાસકાંઠા પાર્ટ-એ ગુ.૨.નં.૫૬/૨૦૧૮ ઇ.પી.કો. કલમ-૩૭૯, ૧૧૪ મુજબ (૨) ભાભર પોલીસ સ્ટેશન જી.બનાસકાંઠા પાર્ટ-એ ગુ.ર.નં.૬૨/૨૦૧૭ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ મુજબ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબની સુચનાથી એ.એસ.આઇ માધુભા એફ. જાડેજા તથા પો.હેડ.કોન્સ. મોહનભાઇ આયર તથા પો.કોન્સ. રણજીતસિંહ જાડેજા તથા વુ.પો.કોન્સ. કોમલબેન ચાવડાએ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ