કચ્છમાં વધુ એક અકસ્માતનો બનાવ : અંજાર નજીક ટ્રકની હડફેટે મોપેટ ચાલકનું મોત
copy image

કચ્છમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો. જાણવા મળી રહ્યું છે કે, અંજારથી મુંદરા તરફ જતા ધોરીમાર્ગ પર ટ્રકે મોપેડને અડફેટમાં લેતા મોપેડ ચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી યુવાન અંજારના મતિયાનગર દબડા વિસ્તારમાં રહેતો હતો. આ યુવાન ગત તા. 12/10નાં કામ અર્થે અંજારથી બારેક કિ.મી. દૂર અંજાર-મુંદરા ધોરીમાર્ગ છપરા બિહાર હોટેલ સામે રાવત હોટેલ સામે એક્ટિવા દ્વારા રોડ ક્રોસ કરવા જઈ રહ્યો હતો તે સમયે પૂરપાટ આવતી ટ્રકના ચાલકે એક્ટિવાને હડફેટમાં લીધી હતી. બાદમાં ટ્રક પલટી જતાં હતભાગી યુવાનનું માથું ટ્રકના એંગલ નીચે આવે ગયેલ હતું. સર્જાયેલ અકસ્માતમાં આ યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.