આદિપુરમાં 40 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

આદિપુરમાં 40 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરમાં વોર્ડ 5-એ મકાન નં. 478માં રહેનાર મંજુલાબેન ચાવડાએ જીવનનું આખરી પગલું ભરી મોતને ભેટો કરી લીધો હતો. 40 વર્ષીય મહિલા મંજુલાબેનએ કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા.તપાસ દરમ્યાન જાણવા મળેલ કે, આ મહિલા માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.