ખુલ્લી ડીપીના શોર્ટસર્કિટના કારણે ગાયનું મોત
મોટી વિરાણી જુથ ગ્રામ પંચાયતના નાની વિરાણી (વાંઢ) ગામમાં જ્યોતિ ગ્રામ યોજના વીજ પુરવઠાની ડીપી નજીકથી પસાર થતા ગાય-ભેંસના ધણ પૈકી ખુલ્લી ડીપીના શોર્ટસર્કિટના કારણે ગાયનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નાની તથા મોટી વિરાણી ગામે વીજ પુરવઠાની 5-6 ડીપી આગળ કોઇ બ્રાઉન્ડ્રી કે લોખંડની તારવાળી વાયરની વાડ કરવામાં આવેલ નથી. જેના કારણે શોર્ટ સર્કિટના બનાવો અવારનવાર બનતા રહે છે અને અગાઉ પણ બનેલ છે. જાણવા મળી રહ્યું છે કે, આથી પીજીવીસીએલ તંત્ર દ્વારા સંરક્ષણ વાડ વગરની ખુલ્લી ડીપીઓ ફરતે વાડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.