ભચાઉમાં પરિણીતાને મોબાઇલ પર ધાકધમકી કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભચાઉ તાલુકાનાં ગામમાં રહેનાર એક પરિણીતા સાથે લગ્ન કરવાનું કહી મોબાઇલમાં ધાકધમકી કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવવામાં આવેલ હતી. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ભચાઉમાં આવેલી એક કંપનીમાં કામ કરનાર પરિણીત કામદાર આરોપી શખ્સે આ મહિલા સાથે મિત્રતા કેળવી ત્યાર બાદમાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતાં આ શખ્સે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને મહિલાને લગ્ન કરવા માટે વારંવાર જણાવતો હતો. જાણવા મળી રહ્યું છે કે, આરોપી શખ્સે મહિલાને ફોન દ્વારા સમાજમાં બદનામીના હેતુથી મહિલાને ધાકધમકી કરતો હતો.આ શખ્સ વિરુદ્ધ ફરરીયાઆડ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.