ભરૂચ નેશનલ હાઈવે પર રાત્રીના HCL એસીડ ભરેલા ટેન્કરને અકસ્માત નડતાં એસિડ લીકેજ થતાં દોડધામ મચી: કોઈ જાનહાની નહિ

ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર રાત્રીના HCL એસીડ ભરેલા ટેન્કરને અકસ્માત નડયો હતો. એસિડ લીકેજ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળ પર દોડી આવી 4 ફાયર ટેન્ડરની મદદથી 4થી 5 કલાકની ભારે જહેમત બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. જોકે,આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ઝાડેશ્વર ચોકડી નજીક રાત્રીના ગ્રામીસ કેમિકલ કંપનીનું ટેન્કર HCL એસીડ ભરીને બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે તેને ટ્રકનો અકસ્માત નડતા એસિડ ભરેલું ટેન્કર લીકેજ થયું હતું. આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ટીમ સાથે ઘટના સ્થળ પર દોડી આવી 4થી 5 ફાયર ટેન્ડરોની મદદથી અંદાજીત 5 કલાકની મદદથી લિકેજ ટેન્કર પર કાબુ મેળવ્યો હતો. જોકે,આ ઘટનામાં કોઈ જાનહાની નહિ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.